ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 11, 2025 2:21 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અત્યાર સુધીમાં 7 લાખ 72 હજાર કિલોમીટર માર્ગોનું નિર્માણ થયુ

સરકારે આજે લોકસભામાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2002 માં તેની શરૂઆત થઈ ત્યારથી 7 લાખ 72 હજાર કિલોમીટરના રસ્તા બનાવવામાં આવ્યા છે. પૂરક પ્રશ્નોના જવાબ આપતા, ગ્રામીણ વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી કમલેશ પાસવાને જણાવ્યું કે, આ યોજનાને કારણે જ ગ્રામીણ વિસ્તારોમાં 1 લાખ 63 હજાર રહેઠાણો સુધી રોડ કનેક્ટિવિટી વિસ્તરી છે.
મંત્રીએ કહ્યું કે, આ યોજનાના ચોથા તબક્કાનો ઉદ્દેશ્ય દેશભરમાં 25 હજારથી વધુ રહેઠાણોને રોડ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. તેમણે કહ્યું કે, આ તબક્કો જરૂરી હતો, કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં ઘણી જગ્યાઓ છે જ્યાં હજુ પણ રોડ કનેક્ટિવિટી નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ