દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળએક લાખ ત્રણ હજાર કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં એક લેખિતજવાબમાં કહ્યું કે એપ્રિલ 2021 થી ઉત્તરપ્રદેશમાં 16 હજાર કિલોમીટરથી વધુ અને મધ્ય પ્રદેશમાં 9 હજાર 295 કિલોમીટરથી વધુરસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ આ જસમયગાળામાં દેશભરમાં કુલ 17 હજાર નવસો 49 રસ્તાઓ અને ત્રણ હજાર પાંચસો નવ પુલનુંનિર્માણ કરવામાં આવ્યું છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે 25 હજાર ગ્રામીણ નગરોનેસર્વ-હવામાન પરિવહન સુવિધાઓ પૂરી પાડવા માટે યોજનાનો ચોથો તબક્કો શરૂ કરવામાંઆવશે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 8:11 પી એમ(PM) | પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના