ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 8, 2024 10:34 એ એમ (AM)

printer

દેશમાં પ્રથમ વખત 20 કોચવાળી વંદે ભારત ટ્રેનના ટ્રાયલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે ચલાવવામાં આવી રહેલી 16 કોચની બે વંદે ભારત ટ્રેનને સારો પ્રતિસાદ મળતા આગામી સમયમાં 20 કોચવાળી વંદે ભારત ટ્રેન પ્રથમ વખત અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવી શકે છે. દેશમાં પ્રથમ વખત 20 કોચવાળી વંદે ભારત ટ્રેનના ટ્રાયલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રેલવે મંત્રાલયની સંશોધન ડિઝાઇન અને માનક સંસ્થા એ આ માટે મંજૂરી આપી છે. 20 કોચવાળી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ આવતી કાલે અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે હાથ ધરવામાં આવશે. અમારા સુરતના પ્રતિનિધિ જણાવે છે કે, આ ટ્રાયલ માત્ર દિવસના સમયે અને યોગ્ય હવામાનની સ્થિતિમાં જ હાથ ધરવામાં આવશે. RPFના જવાનોને તમામ એલસી ગેટ પર તૈનાત કરવામાં આવશે અને દરવાજાની અંદર કોઈ પદયાત્રીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ