શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું કે દેશમાં નોકરીઓની કોઈ અછત નથી અને વર્તમાન સરકારના નીતિવિષયક પગલાંને કારણે દેશમાં બેરોજગારીનો દર ઘટીને 3.2 ટકા થયો છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નોના જવાબ આપતા મંત્રીએ આશા વ્યક્ત કરી કે આગામી વર્ષોમાં બેરોજગારીનો દર 3 ટકાથી નીચે આવી જશે.
આ વર્ષના કેન્દ્રીય બજેટની પ્રશંસા કરતા ડૉ.માંડવિયાએ કહ્યું કે, પ્રધાનમંત્રીનું પેકેજ પાંચવર્ષના સમયગાળામાં ચાર કરોડથી વધુ યુવાનોને રોજગાર અને કૌશલ્યની તકો પ્રદાન કરશે.તેમણે કહ્યું કે, લક્ષ્ય હાંસલ કરવા માટે બે લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લાંબે વર્ષમાં શ્રમ દળની ભાગીદારીનો દર અને કામદાર વસ્તીનો ગુણોત્તર વધ્યો છે. અને, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ 44 ટકા અને વર્કર પોપ્યુલેશન રેશિયો 40 ટકા પર પહોંચી ગયો છે.
Site Admin | જુલાઇ 29, 2024 2:42 પી એમ(PM) | નોકરી