ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 3, 2025 7:46 પી એમ(PM) | ગુજરાત એસ.ટી. નિગમ

printer

દેશમાં દરરોજ 75 હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી. નિગમ પ્રથમ સ્થાને

એસ. ટી. નિગમે છેલ્લા બે વર્ષમાં 4 કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ દ્વારા  1 હજાર 36 કરોડ રૂપિયાથી વધુની આવક કરી છે. સમગ્ર ભારતમાં દૈનિક 75  હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી. નિગમ પ્રથમ સ્થાને છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ… (વોઈસ કાસ્ટ – અજય ઈન્દ્રેકર) વર્ષ 2010થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 2011 થી માસ્ટર ફેન્ચાઈઝીના કરાર દ્વારા મુસાફરો અભિબસ, PTM જેવી એપ્લિકેશન દ્વારા પણ ઓનલાઈન એસ.ટી. બસની ટિકિટબુકિંગ કરાવતા હતાં. આ ઉપરાંત એન્ડ્રોઈડ અને આઈ.ઓ.સી. મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. મુસાફરો મોબાઈલ વેબ-એપ્લીકેશન www.gsrtc.in દ્વારા બુક કરાવેલી ટિકિટોનું – રિશિડ્યુલ – કેન્સલેશન તેમજ PNR સ્ટેટસ વગેરે સરળતાથી જાણી શકે છે. મુસાફરો 60 દિવસ અગાઉ ટિકિટ બુકિંગ કરાવી શકે છે. ટિકિટમાં કોઈ ફેરફાર કરવાનું થાય તે વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.                            

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ