દેશમાં છેલ્લા દસ વર્ષમાં કેફી પદાર્થો જપ્ત કરવાના પ્રમાણમાં 7 ગણો વધારો થયો છે, અને આ સમયગાળામાં 56 હજાર 800 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં યોજાયેલી કેફી પદાર્થોની હેરફેર નાથવા અંગેની રાષ્ટ્રીય સલામતી પરિષદના અધ્યક્ષપદેથી આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે
ગૃહમંત્રીએ બધા જ રાજ્યોને કેફી પદાર્થો સામેની કેન્દ્ર સરકારની ઝુંબેશમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. તેમણે નાગરિકોને માનસ હેલ્પલાઇનની જાણકારી વ્યાપક પ્રમાણમાં પહોંચાડવા રાજ્ય સરકારોને અનુરોધ કર્યો છે. આ કાર્યક્રમમાં શ્રી શાહે કેફી પદાર્થ નાશ કરવાની આગામી 25મી જાન્યુઆરી સુધી ચાલનારી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ માનસ-2 હેલ્પલાઇનના વિસ્તરણનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:46 પી એમ(PM)