ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 7:50 પી એમ(PM)

printer

દેશમાં ખાદ્ય પદાર્થોના છૂટક ફુગાવાનો દર ડિસેમ્બરમાં ઘટીને 5.22 ટકાના નીચલા સ્તરે

દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાનો દર ધીમો પડવાને કારણે ડિસેમ્બરમાં છૂટકફુગાવો ઘટીને 5.22 ટકાના ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો. ગયા મહિને તે 5.48 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારાજાહેર કરાયેલા આંકડા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 5.76 ટકા અને શહેરી વિસ્તારોમાં 4.58 ટકા રહ્યો. અખિલ ભારતીય ગ્રાહક ખાધ્ય ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાનો દર ડિસેમ્બરમાં 8.39 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ફુગાવાનો દર 8.65 ટકા અને શહેરીવિસ્તારોમાં 7.9 ટકા રહ્યો. મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2024 દરમિયાન શાકભાજી, કઠોળ, ખાંડ,મીઠાઇ, અનાજ અને અન્ય ઉત્પાદનોમાં ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં છુટકફુગાવો ભારતીય રિઝર્વ બેંકના લક્ષ્યાંક મુજબ રહ્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ