ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 1, 2024 7:00 પી એમ(PM)

printer

દેશમાં ઉત્પાદન ક્ષેત્રે સર્જાતા રોજગારમાં પાછળના વર્ષની સરખામણીએ નાણાકીય વર્ષ 2022 – 23માં 7.4 ટકાની મજબૂતી આવી

દેશમાં ઉત્પાદન ક્ષેત્રે સર્જાતા રોજગારમાં પાછળના વર્ષની સરખામણીએ નાણાકીય વર્ષ 2022 – 23માં 7.4 ટકાની મજબૂતી આવી છે. આંકડા અને  કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના અહેવાલ અનુસાર વર્ષ 2022-23માં ઉત્પાદન ક્ષેત્રે રોજગાર વધીને 1.84 કરોડ થયા છે. જે અગાઉના વર્ષે એટલે કે 2021-22માં 1.72 કરોડ જેટલા હતા, છેલ્લા એક દાયકામાં થયેલો આ સૌથી મોટો ઉછાળો છે. ઉત્પાદન ક્ષેત્રે સૌથી વધુ રોજગારની તકો પેદા કરતા રાજ્યોમાં તમિલનાડુ,મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક ટોચ પર રહ્યા. આ રાજ્યોએ મળીને વર્ષ 2022-23માં કુલ રોજગાર સર્જનમાં 55 ટકા યોગદાન આપ્યું. જેમાં ધાતુ, પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાદ્ય ઉત્પાદનો, રાસાયણિક ઉત્પાદનો અને મોટર વાહનો જેવા ઉદ્યોગો સામેલ હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ