દેશમાં ઈલેક્ટ્રિક વાહન પ્રોત્સાહન મળતા ગત સપ્ટેમ્બર માસમાં કુલ EV રજિસ્ટ્રેશન 1.59 લાખ યુનિટ પર પહોંચી ગયું છે.તે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 1.29 લાખ યુનિટથી વધુ છે. સરકારના VAHAN ડેટા
અનુસાર, EV રજિસ્ટ્રેશનમાં દર વર્ષે નોંધપાત્ર 23 ટકાનો વધારો જોવા મળ્યો છે.ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, EV વોલ્યુમમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 20 ટકાનો વધારો થયો છે. તમામ સેગમેન્ટમાં કુલ EV રજીસ્ટ્રેશન વધીને 8.93 લાખ યુનિટ થયું હતું જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 7.45 લાખ યુનિટ હતું. દરમિયાન, સરકારે ગઈકાલે PM ઈલેક્ટ્રીક ડ્રાઈવ રિવોલ્યુશન ઇન ઈનોવેટીવ વ્હીકલ એન્હાન્સમેન્ટ (PM E-DRIVE) સ્કીમ લોન્ચ કરી હતી જેમાં બે વર્ષના સમયગાળામાં 10,900 કરોડનો નાણાકીય ખર્ચ છે.ઉલ્લેખનીય છે કે દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે 11 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા PM- ડ્રાઇવ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 2, 2024 4:12 પી એમ(PM)
દેશમાં ઈલેક્ટ્રિક વાહન પ્રોત્સાહન મળતા ગત સપ્ટેમ્બર માસમાં કુલ EV રજિસ્ટ્રેશન 1.59 લાખ યુનિટ પર પહોંચી ગયું છે
