ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 10, 2024 8:06 પી એમ(PM)

printer

દેશમાં ઇથેનૉલના ઉત્પાદન માટે ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ અપનાવવા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો આગ્રહ

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શેરડી સિવાય મકાઈ, ચોખા, ફળની છાલ અને વાંસના ઉપયોગથી ઇથેનૉલ ઉત્પાદન માટે બહુપરિમાણીય અને ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ અપનાવવાનો આગ્રહ કર્યો છે. નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રીય સહકાર ખાંડ મિલ સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી શાહે કહ્યું, ઇથેનૉલ ઉત્પાદન એક લાભદાયી અને વ્યવહારીક વ્યવસાય છે. તેમણે કહ્યું, દેશને આવનારા સમયમાં એક હજાર કરોડ લીટર ઇથેનૉલની જરૂર પડશે.
શ્રી શાહે ઉંમેર્યું, સરકાર પેટ્રોલમાં ઇથેનૉલ મિશ્રણની મર્યાદા વધારી રહી છે. સરકારે વર્ષ 2030 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનૉલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે. આને વધારીને 26 ટકા કરાશે. કેન્દ્રીય સહકારમંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલના કારણે એક વૈશ્વિક જૈવ ઈંધણ ગઠબંધનની સ્થાપના કરવામાં આવી છે. આનાથી ઇથેનૉલ નિકાસની તક ઉત્પન્ન થશે અને પ્રત્યક્ષ રીતે ખેડૂતોને લાભ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ