દેશમાં આ વર્ષે ખરીફ પાકની વાવણીમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે, કુલ કવરેજ વિસ્તાર અત્યાર સુધીમાં એક હજાર 92 લાખ હેક્ટરને વટાવી ગયો છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન, ખરીફ હેઠળ અંદાજે 1 એક હજાર 69 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે આજે ખરીફ પાક હેઠળના વિસ્તારના કવરેજ અંગેનો પ્રગતિ અહેવાલ બહાર પાડ્યો છે.ડાંગરનું વાવેતર 409.50 લાખ હેક્ટરથી વધુ થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન આશરે 393.57લાખ હેક્ટર હતું. કઠોળનું વાવેતર 126 લાખ હેક્ટરથી વધીને 117 લાખ હેક્ટરથી વધુ થયું છે. બરછટ અનાજનું વાવેતર 189 લાખ હેક્ટરમાં થયું હતું જ્યારે તેલીબિયાંનું વાવેતર 193 લાખ હેક્ટરમાં થયું હતું. શેરડીનું વાવેતર 57લાખ હેક્ટરથી વધુ થયું છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 7:46 પી એમ(PM)
દેશમાં આ વર્ષે ખરીફ પાકની વાવણીમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ
