રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશમાં સમાન ડિજિટલ વાતાવરણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે, જે તમામના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરે છે.આજે નવી દિલ્હીમાં માનવાધિકાર દિવસ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાયબર ગુના અને આબોહવા પરિવર્તન માનવ અધિકારો માટે નવો ખતરો છે. તેમણે કહ્યું, ડિજિટલ યુગ પરિવર્તનશીલ છે.રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, ગરીબી નાબૂદી, ભૂખ નાબૂદી અને યુવાનોને સમાન તકો પ્રદાન કરીને ભારત વિશ્વ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઊભરી રહ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના ત્રણ પ્રકાશનો બહાર પાડ્યા.માનવ અધિકાર દિવસ પર આકાશવાણી સમાચારને આપેલી મુલાકાતમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને રાષ્ટ્રીય કાયદાકીય સેવા સત્તામંડળ- NALSAના કાર્યકારી અધ્યક્ષ ન્યાયામૂર્તિ બી.આર.ગવઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે ત્રણ રાષ્ટ્રીય લોક અદાલતોનું આયોજન કરીને 7 કરોડ 70 લાખથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
Site Admin | ડિસેમ્બર 10, 2024 8:11 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ