ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ

દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ – દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો
રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધતા, તેમણે ભારતના વિકાસ માટે ભાવિ લક્ષ્યોની રૂપરેખા આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર રાષ્ટ્રને મજબૂત બનાવવા અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યમાં સુધારા માટે પ્રતિબદ્ધ છે.
એક રાષ્ટ્ર– એક ચૂંટણીનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે શાસનમાં સુધારા જરૂરી છે. શ્રી
મોદીએ કહ્યું કે બેંકિંગ, પર્યટન, MSME, શિક્ષણ, આરોગ્ય સેવાઓ, પરિવહન અને કૃષિ જેવા દરેક ક્ષેત્રમાં નવી અને આધુનિક પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સમાં આવેલી તેજી દેશને એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
તેમણે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબમાં પરિવર્તિત કરવાના વિઝનનો ઉલ્લેખ કર્યો અને વધુ ઝડપી ગતિએ વૃદ્ધિની અપેક્ષાઓ પૂરી કરવા માટે ભવિષ્ય માટે કુશળ સંસાધનો બનાવવાનું આહ્વાન કર્યું.
પ્રધાનમંત્રીએ મહિલાઓ વિરુદ્ધ હિંસા અને અપરાધોના વધતા જતા મામલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સંબોધન બાદ પ્રધાનમંત્રીએ બાળકો અને દર્શકો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી. આ પહેલા તેમણે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ