ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 18, 2024 7:03 પી એમ(PM)

printer

દેશભરમાં ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે

દેશભરમાં ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે સહકારી પ્રવૃત્તિઓનો દેશના અને રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળોરહ્યો છે. તેમાં પણ  ગુજરાતનાં સહકાર મોડલની સમગ્રદેશમાં આગવી નોંધ લેવામાં આવે છે. રાજ્યમાં  કેન્દ્ર-રાજ્યસરકાર દ્વારા ૪૮ લાખથી વધુ ખેડૂતોને કુલ ૩ હજાર ૫૬કરોડથી વધુ રૂપિયાની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત ૧૯કરોડ ૩૧ લાખ રૂપિયા અને માછીમારોને ૭૮ લાખ રૂપિયાની વ્યાજ સહાય આપવામાં આવી છે.રાજ્યમાં નાગરિકોને પૂરતું સમયસર અનાજ મળી રહે અને પાક સંગ્રહ ક્ષમતામાં વધારો થાયતે માટે ખેડૂતોને ગોડાઉન બનાવવા ૨૫ ટકા મૂડી સહાય ૫ લાખ રૂપિયાની મર્યાદામાંઆપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષ ૨૦૨૧ થી૨૦૨૪માં ૫૫૯ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે ૧૫ કરોડ રૂપિયાની સહાય પણ આપવામાં આવીછે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ