દેશભરમાં આજે ‘વિંગ્સ એન્ડ સ્ટેથોસ્કૉપ્સઃ હીલર્સ ઑફ હૉપ’ વિષયવસ્તુ સાથે રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક માધ્યમથી તબીબોને રાષ્ટ્રીય તબીબ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતી દીકરીઓ માટે સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અમલમાં છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 19 હજાર 776 વિદ્યાર્થિનીઓને 573.50 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનો લાભ અપાયો છે. વર્ષ 2023-25માં ચાર હજાર 982 તબીબી શાખાની વિદ્યાર્થિનીઓને આ યોજના હેઠળ 171.55 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં મેડિકલ કૉલેજની સંખ્યા 10થી વધીને 40એ પહોંચી છે. જ્યારે મેડિકલ બેઠકની સંખ્યા 1 હજાર 275થી વધુ 7 હજાર 50 થઈ છે. રાજ્યના આદિજાતિ જિલ્લાઓમાં પણ હવે મેડિકલ કૉલેજની સુવિધા ઉપલબ્ધ છે
Site Admin | જુલાઇ 1, 2024 3:42 પી એમ(PM) | રાષ્ટ્રીય તબીબ દિવસ