દેશભરમાં આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી થઈ રહી છે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તથા નિયામક,ગ્રાહક બાબતોની કચેરી, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. રાજ્યનાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાનાં અધ્યક્ષસ્થાને આજે બપોરે પંડિતદીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યો અને નગરપાલિકાનાં હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. દરમિયાન, ગઈકાલે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ભામાશા સભાખંડ ખાતે ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી દરમિયાન લોકોને ગ્રાહકોના અધિકારો અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અંગેની અરજી ક્યાં કરી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું. આ અંગે અરવલ્લી ગ્રાહક સુરક્ષા પરિષદના ડિરેક્ટર સિરાઝ મન્સુરીએ માહિતી આપી હતી. (બાઈટઃ સિરાઝ મન્સુરી, ડિરેક્ટર,ગ્રાહક સુરક્ષા પરિષદ, અરવલ્લી)
Site Admin | ડિસેમ્બર 24, 2024 3:03 પી એમ(PM) | રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ