ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 31, 2024 2:17 પી એમ(PM) | દિવાળી

printer

દેશભરમાં આજે પ્રકાશપર્વ દિવાળીની પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

દેશભરમાં આજે પ્રકાશપર્વ દિવાળીની પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો તહેવાર અંધકારથી ઉજાસ તરફ અને અધર્મ ઉપર ધર્મના વિજય રૂપે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે લોકો ઘરો, મંદિરો અને અન્ય જાહેર સ્થળો ઉપર દીવા પ્રગટાવીને અને રંગોળી કરીને દેવી લક્ષ્મીની પૂજા કરે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીવાળી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના શુભેચ્છા સંદેશમાં આ શુભ અવસર પર આપણે આપણા અંતરાત્માને પ્રકાશિત કરવા જોઈએ, પ્રેમ અને કરુણાના ગુણો અપનાવવા જોઈએ અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવું જોઈએ તેમ કહ્યું છે.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે, આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીત, નિરાશા પર આશા અને અજ્ઞાન પર જ્ઞાનનું પ્રતીક છે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ આજના દિવસે તમામ નાગરિકો માટે સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ જીવનની કામના કરીને મા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી દરેક વ્યક્તિ વિકાસ પામે તેવી આશા વ્યક્ત કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ