ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી – રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ નાગરિકોને વિજ્યાદશમીની શુભેચ્છાઓ પાઠવી.

દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર આસુરી શક્તિ પર વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી અને દુર્ગા પૂજાના બીજા દિવસે દશેરા ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે આ તહેવાર અન્યાય પર ન્યાયની જીતનું પ્રતીક છે. તેમણે કહ્યું કે ગૌરવ, કર્તવ્ય પ્રત્યે અડગતા, સદાચાર, નમ્રતા અને ન્યાય માટે સંઘર્ષના આ તહેવાર સાથે ઘણી પ્રેરણાદાયી વાર્તાઓ જોડાયેલી છે.
રાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી છે કે આસ્થા અને ઉત્સાહનો આ તહેવાર બધા માટે સફળતા, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ