દેશભરમાં આજથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવી ગયા છે. આ પૂર્વે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત બેઠકો યોજી હતી અને તેઓ આ ત્રણેય નવા કાયદા લાગુ કરવા માટે ટેકનોલૉજી, ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વધારવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
આ મામલે પોલીસ અને તપાસ અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. આકાશવાણી અને દૂરદર્શનના સમાચાર બૂલેટિન, કાર્યક્રમો, ચર્ચાઓ અને સામાજિક માધ્યમના પ્લેટફૉર્મની મદદથી આ વિષય અંગે ઊંડાણપૂર્વક ચર્ચાઓ તેમ જ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જનજાગૃતિ અભિયાન, સંવાદ કાર્યક્રમ, માહિતીપ્રદ વેબસાઈટ્સ અને મંત્રીસ્તરના વેબિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
Site Admin | જુલાઇ 1, 2024 3:19 પી એમ(PM) | ફોજદારી કાયદા