દેશભરના દિવ્યાંગ કલાકસબીઓની કૃતિઓ દર્શાવતા “દિવ્ય કલા મેળા”નો મહારાષ્ટ્રના પુણેમાં આવતીકાલથી આરંભ થશે. કેન્દ્રિય સામાજીક ન્યાય અને અધિકારમંત્રી ડો.વિરેન્દ્ર કુમાર આ કલામેળાનું ઉદઘાટન કરશે. 20 રાજયોના 100થી વધુ દિવ્યાંગ કલાકસબીઓ આ મેળામાં હસ્તકલાની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરશે. આ ઉપરાંત મેળામાં ઓર્ગેનિક પેકેજ ફૂડ પણ મળશે. આવતીકાલથી શરૂ થનાર દિવ્યકલા મેળો આગામી છઠ્ઠી ઓકટોબર સુધી યોજાશે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 8:03 પી એમ(PM) | દિવ્ય કલા મેળા
દેશભરના દિવ્યાંગ કલાકસબીઓની કૃતિઓ દર્શાવતા “દિવ્ય કલા મેળા”નો મહારાષ્ટ્રના પુણેમાં આવતીકાલથી આરંભ થશે
