દેશનો જીડીપી દર એટલે કે, કુલ ઘરેલું ઉત્પાદન વર્ષ 2027 વર્ષ સુધીમાં વાર્ષિક 6.5 થી 7 ટકાની વચ્ચે વધવાનો અંદાજ છે. S એન્ડ P ગ્લૉબલ રેટિંગ્સેના અહેવાલ અનુસાર, માળખાકીય સુધારા અને સારી આર્થિક સંભાવનાઓ દેશના આર્થિક વિકાસમાં મદદ કરશે. મજબૂત બેન્ક મૂડીકરણ સાથે ઉચ્ચ માંગ બેંક શાખ વૃદ્ધિને વેગ આપશે.
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પણ ગયા મહિને કહ્યું હતું કે, દેશનો આર્થિક વિકાસ અકબંધ છે. તેમણે કહ્યું કે, નાણાકીય વર્ષ 2024-25માં દેશની વાસ્તવિક કુલ ઘરેલું ઉત્પાદન વૃદ્ધિ સાત પૂર્ણાંક બે ટકા રહેવાની શક્યતા છે.
S એન્ડ P ગ્લૉબલની અગ્રણી ક્રેડિટ રેટિંગ સંસ્થા S એન્ડ P ગ્લૉબલ રેટિંગ્સ, કૉર્પોરેશનો, સરકારો અને નાણાકીય સંસ્થાઓ સહિત વિવિધ સંસ્થાઓ માટે સ્વતંત્ર ક્રેડિટ રેટિંગ પ્રદાન કરે છે.
Site Admin | નવેમ્બર 15, 2024 1:59 પી એમ(PM) | જીડીપી