ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 11, 2025 7:50 પી એમ(PM)

printer

દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2025ના છેલ્લા છ માસમાં વધીને 6.7 ટકા થવાની સંભાવના છે

દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2025ના છેલ્લા છ માસમાં વધીને 6.7 ટકા થવાની સંભાવના છે. જો કે આ હેતુથી વાજબી ભાવે આવાસ માટે તેમજ માળખાકીય સુવિધાઓના વિકાસ ઉપર ધ્યાન આપવું પડશે. એચડીએફસીના ભૂતપૂર્વ અધ્યક્ષ દિપક પારેખે UAE ની વેપાર અને વ્યવસાયિક પરિષદ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં આ મુજબ જણાવ્યું હતું.
શેરબજારમાં દેશના રોકાણકારો અને સંસ્થાઓ દ્વારા ઝડપથી વધી રહેલા રોકાણનો અને જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા ધિરાણ વસુલાત ક્ષેત્રે કરેલા સુધારાનો ઉલ્લેખ કરીને શ્રી પારેખે દેશનો આર્થિક વિકાસ વધુ ઝડપી બનશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દુબઇ ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ સતીષ સીવાને ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે મજબૂત બની રહેલા દ્વિપક્ષીય વેપાર સંબંધો અંગે સંતોષ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે આ વેપાર 85 અબજ અમેરિકી ડોલરને આંબી ગયો છે. તેમણે બંને દેશો વચ્ચે ઊર્જા ક્ષેત્રે થયેલી સમજૂતીઓ અને ડિજીટલ ચુકવણી વ્યવસ્થાનો આરંભ અંગે વિગતો આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ