પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ચોથી RE Invest global renewable energy meetનું ઉદઘાટન કરતા જણાવ્યું છે કે આપણું લક્ષ્ય ટોચ પર પહોંચવાનું નહીં, પરંતુ ટોચ પર ટકી રહેવાનું છે. તેમણે કહ્યું કે આપણે ઊર્જા આધારિત નથી. આથી આપણે સૌર ઊર્જા, પરમાણું ઊર્જા, પવન ઊર્જા પર રહેવાનો નિર્ણય કર્યો છે.
સંમેલનને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમણે વિદેશ મંત્રીઓને જણાવ્યું કે મોઢેરામાં હજારો વર્ષ જૂનું સૂર્ય મંદિર છે. સાથે જ આ ગામ સૌર ગામ છે. વધુમાં શ્રી મોદીએ અયોધ્યામાં પણ ઘર ઘર સોલાર પેનલ લગાવવાના સરકારના પ્રયાસો વિશે વાત કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશના 17 જેટલા શહેરોને સોલાર સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે.
આ અગાઉ પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસના બીજા દિવસે સવારે વાવોલમાં પીએમ સૌર ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે લાભાર્થીઓના ઘર ઉપર લાગેલી સોલાર સિસ્ટમનું નિરીક્ષણ કર્યું અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. બાદમાં તેઓએ મહાત્મા મંદિર ખાતે પુન: પ્રાપ્ય ઊર્જા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 16, 2024 2:37 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી