દેશની નિકાસમાં વર્ષ 2024-25 દરમિયાન 5.5 ટકાનો વધારો થયો છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં, ભારતની કુલ માલ અને સેવાઓની નિકાસ 820.93 અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચી છે, જે પાછલા નાણાકીય વર્ષમાં 778.13 અબજ ડોલર હતી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડેલા સંકલિત આંકડા મુજબ, દેશની કુલ નિકાસ 820.93 અબજ ડોલર જ્યારે કુલ આયાત 915.19 અબજ ડોલર હોવાનો અંદાજ છે. એક માહિતી અનુસાર, આ વર્ષે માર્ચમાં ભારતની વેપાર ખાધ વધીને 21.54 અબજ ડોલર થઈ છે.
Site Admin | એપ્રિલ 16, 2025 8:15 પી એમ(PM)
દેશની નિકાસમાં વર્ષ 2024-25 દરમિયાન 5.5 ટકાનો વધારો થયો.
