ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 6, 2024 7:47 પી એમ(PM)

printer

દેશની દરિયાઇ સલામતી સુનિશ્ચિત કરવામાં તેમજ યુરોપ અને એશિયા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે IMEC મહત્વની પહેલ

દેશની દરિયાઇ સલામતી સુનિશ્ચિત કરવામાં તેમજ યુરોપ અને એશિયા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે IMEC એટલે કે,ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કોરીડોર મહત્વની પહેલ છે. કેન્દ્રિય વાણિજય મંત્રી પિયુષ ગોયલે આજે દિલ્હીમાંયોજાયેલ ભારત-મધ્યપૂર્વ વેપાર સંમેલનમાં બોલતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભારતજી-20 સંગઠનનું અધ્યક્ષ હતું ત્યારે હાથ ધરાયેલી IMEC પહેલની વિગતો આપી હતી.તેમણે કહ્યું કે, ભારત સરકારે ઉત્પાદન આધારિત રાહત યોજના, ભારતમાં વેપાર સુગમબનાવવા સરકારે લીધેલા પગલાં વગેરે પહેલના કારણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રના વિકાસનેનવું બળ મળ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતની કૃષિઉત્પાદનની વ્યવસ્થાનેમજબૂત બનાવવા શરૂ કરાયેલી પહેલના કારણે ભારત અને મધ્યપૂર્વના દેશોને ફાયદો થશે. શ્રી ગોયેલે કહ્યું કે, ભારત અને મધ્યપૂર્વના દેશોવચ્ચેના પ્રવાસનનો વિકાસ થાય તે માટે ભારત અને સંબંધિત દેશોએ કાર્યકારી જૂથની રચનાકરવી જોઇએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ