ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 24, 2024 7:49 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ

printer

અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી :રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી છે. આજે નવી દિલ્હીમાં એશિયન એસોસિયેશન ઑફ સુપ્રીમ એકાઉન્ટ્સ ઇન્સ્ટિટ્યુશન્સની 16મી એસેમ્બલીનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે,ટેક્નોલોજી આધારિત વિશ્વમાં, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુને વધુ જાહેર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.  
રાષ્ટ્રપતિએ કહ્યું કે વિશ્વના ઘણા ભાગોમાં,મહિલાઓ અને સમાજના નબળા વર્ગો પાસે ડિજિટલ ટેક્નોલોજીની ઓછી પહોંચ છે, ડિજિટલ કૌશલ્યો વિકસાવવાની ઓછી તકો છે અનેડિજિટલ અર્થતંત્રમાં તેમનું પ્રતિનિધિત્વ પણ ઓછું છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ અંતર માત્ર આવશ્યક સેવાઓ સુધી પહોંચવાની તેમની ક્ષમતાને મર્યાદિત કરતું નથી પરંતુ અસમાનતાને પણ કાયમી બનાવે છે.  
શ્રીમતી મુર્મુએ કહ્યું કે ભારતના કોમ્પ્ટ્રોલરઅને ઓડિટર જનરલ – CAG દેશની જાહેર નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેછે. તેમણે કહ્યું કે ભારતીય બંધારણે CAG કાર્યાલયને વ્યાપક સત્તાઓ અને સંપૂર્ણ સ્વાયત્તતા પ્રદાન કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે કેગનું કાર્યાલય બંધારણના નિર્માતાઓની અપેક્ષાઓ પર ખરું ઉતર્યું છે.ચારદિવસીય કોન્ફરન્સ પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવામાં સર્વોચ્ચ ઓડિટસંસ્થાઓની મહત્વની ભૂમિકા અંગે ચર્ચા કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ