ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 7:46 પી એમ(PM)

printer

દેશની ઉત્તરીય સરહદો પર સ્થિતિ સ્થિર – સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર :ભારતીય ભૂમિ દળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી

ભારતીય ભૂમિ દળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ઉત્તરીય સરહદો પર સ્થિતિ સંવેદનશીલ પરંતુ સ્થિર છે. તેમણે ઉમેર્યું કે સેના કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. સરહદી વિસ્તારમાં મજબૂત પાયાગત માળખાનું નિર્માણ એ સેનાની પ્રાથમિકતા છે. આજે નવી દિલ્હીમાં સેનાની વાર્ષિક પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે માર્યા ગયેલા 60 ટકા આતંકવાદી મૂળ પાકિસ્તાની હતા. પૂર્વ લદ્દાખ વિશે ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, પૂર્વ લદ્દાખના ડેમચોક અને દેપસાંગમાં વિવાદાસ્પદ મુદ્દાઓનું સમાધાન લાવી દેવાયું છે.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ