કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલે કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા જળસંસાધનો પર નિર્ભર છે, અને આપણા જળાશયોને બચાવવા તેમજ તેમને પુર્નજીવીત કરવાની ફરજ આપણી પોતાની છે. આસામના ગુવાહાટીમાં સ્પ્રિંગશેડ મેનેજમેન્ટ પર આયોજીત બે દિવસીય કાર્યશાળાના ઉદ્ઘાટન પ્રસંગે વાત કરતા તેમણે જળસ્ત્રોતોના સંવર્ધન માટે જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો.
તેમણે ઉમેર્યું કે 2047 સુધીમાં વિકસીત ભારતનું સ્વપ્ન ટકાઉ જળ સંસાધનો વિના સાકાર થઈ શકશે નહીં. કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ બ્રહ્મપુત્રા બોર્ડની 13મી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.