ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

દેશના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી

દેશના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે અને આગામી વર્ષોમાં નવી દિલ્હી સાથે વધુ મજબૂત સંબંધો બનાવવા પર ભાર મૂક્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ પ્રસંગે સૌપ્રથમ શુભેચ્છા પાઠવી હતી. તેમણે બંને રાષ્ટ્રો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે નિર્ધારિત મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરવાની આતુરતા પણ વ્યક્ત કરી.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે મોસ્કો, નવી દિલ્હી સાથે ખાસ વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીના સંબંધોને ખૂબ મહત્વ આપે છે અને સંબંધોને વધુ વિકસાવવા માંગે છે. ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ 78મા સ્વતંત્રતા દિવસના અવસરે શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારી ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પણ આ શુભ અવસર પર ભારતને શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથે પણ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ