દેશના 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં 410 વિશેષ પોક્સો અદાલત સહિત 755 વિશેષ ફાસટ્રેક અદાલત કાર્યરત્ છે. કેન્દ્રીય કાયદા અનેન્યાય મંત્રી અર્જૂનરામ મેઘવાલે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે, સરકારે દુષ્કર્મ અને જાતીય ગુનાઓથી બાળકોને બચાવવામાટે પોક્સો અધિનિયમ અંતર્ગત પડતર કેસનો નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ લાવવા માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના અમલમાં મૂકી છે. આ યોજના 31 માર્ચ 2026 સુધીલંબાવવામાં આવી છે. અને આ યોજના માટે 1 હજાર 952 કરોડ રૂપિયાનો યોજનાકીય ખર્ચ કરાશે. ઉલ્લેખનીયછે કે, વિશેષ અદાલતોમાં અત્યાર સુધી 2 લાખ 53 હજારથી વધુ કેસનો નિકાલ કરાયો છે.
Site Admin | જુલાઇ 25, 2024 8:11 પી એમ(PM) | પોક્સો અદાલત