પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય છે અને તે માટે સરકાર લાભાર્થી સુધી પહોંચી રહી છે.
સુરતમાં આજે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક પણ લાભાર્થી લાભથી વંચિત ના રહે તે માટે સરકાર સંતૃપ્તિકરણનો અભિગમ અપનાવ્યો છે.
આ પ્રસંગે શ્રી મોદીએ 2.3 લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કર્યું હતું.વિકસિત ભારતના નિર્માણમાં પૌષ્ટિક ભોજનની ભૂમિકા મોટી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર સ્વચ્છતા પર વિશેષ ભાર આપી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા એક દાયકાથી તેમની સરકાર ગરીબ કલ્યાણ માટે મિશનમોડ પર કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારી વીમા યોજના, વન નેશન વન રાશન કાર્ડથી ગરીબોને મોટો ફાયદો થયો છે.