દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના વડાઓની 14મી રાષ્ટ્રીય પરિષદ આવતીકાલથી ગાંધીનગરમાં યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહ આ બે દિવસની પરિષદને ખુલ્લી મુકશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલઅને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિતપ્રદેશોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના 60થી વધુ વરિષ્ઠઅધિકારીઓ તેમજ 1200 થી વધુ માનદ સભ્યો આ પરિષદમાં ભાગ લેશે.ગાંધીનગરમાંપત્રકારોને માહિતી આપતાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના મહાનિદેશક વિવેકશ્રીવાસ્તવે જણાવ્યું કે,આ પરિષદમાં મુખ્યત્વે મોડેલ હોમગાર્ડ બિલ તેમજ નાગરિક સંરક્ષણ અનેહોમગાર્ડ દળોની નીતિ ઉપર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ટેકનોલોજી અને આધુનિકતાનામદદથી બંને દળોની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા પર આ પરિષદમાં ચર્ચા થશે.(Byte Vivek Shrivastav)ઉલ્લેખનીય છેકે 19 વર્ષ બાદ દેશમાં આ પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ગુજરાતમાં પ્રથમ વાર તેનું આયોજન થઈ રહ્યું છે. હાલ દેશભરમાં આશરે સાડા ચાર લાખ હોમગાર્ડ જવાનો અને છ લાખ નાગરિક સંરક્ષણદળના માનદ સભ્યો સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતના આશરે ૪૦હજારથી વધુ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળના ૧૧ હજારથી વધુ જવાનો આ કોન્ફરન્સનેવંદે ગુજરાત ચેનલ દ્વારા લાઈવ નિહાળશે.
Site Admin | ઓક્ટોબર 21, 2024 7:21 પી એમ(PM)