દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશ ચન્દ્ર મુર્મુએ રાજકોટની એ.જી.ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્રનું આજે ઉદઘાટન કર્યું.
આ તકે શ્રી મુર્મુએ કહ્યું કે,વિવિધ દેશોમાં થઇ રહેલી સરકારી સંસ્થાઓની વિભિન્ન ઓડિટ પદ્ધતિનો આધુનિક અભ્યાસ કરાવવામાં અને તેના આદાન-પ્રદાન થકી કાર્ય પ્રણાલિમાં ગુણવત્તાયુક્ત ફેરફાર કરવામાં આ સંસ્થા મહત્વનું યોગદાન આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પારદર્શકતા લાવવામાં આ સંસ્થા મહત્વપૂર્ણ સાબિત થશે. આ તાલીમ કેન્દ્રમાં વૈશ્વિક કક્ષાની તાલીમ પામનાર વ્યક્તિઓ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાને શ્રેષ્ઠ ઓડિટર તરીકેની સેવા આપી શકશે.
Site Admin | જુલાઇ 18, 2024 6:45 પી એમ(PM) | ગિરીશ ચન્દ્ર મુર્મુ