હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વીય, પૂર્વોત્તર અને પશ્ચિમી કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બિહાર અને ઓડિશાના અંતરિયાળ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
આ તરફ મેઘાલયમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, કેરાળ, માહે, લક્ષદીપ તેમજ કર્ણાટકના કાંઠા વિસ્તારોમા છ દિવસ સુધી હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે.
Site Admin | જુલાઇ 8, 2024 2:26 પી એમ(PM) | વરસાદ | હવામાન
દેશના ઉત્તર પૂર્વીય, પૂર્વોત્તર અને પશ્ચિમી કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
