દેશના ઉત્તર ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે દ્રશ્યતા ઓછી થવાથી અનેક ટ્રેનની અવરજવર પર અસર થઈ છે. રેલવેના જણાવ્યા મુજબ, દિલ્હી આવતી 43 ટ્રેન પાંચ કલાક સુધી મોડી ચાલી રહી છે. આમાં પદ્માવત એક્સપ્રેસ, કાલિન્દી એક્સપ્રેસ, શ્રમશક્તિ એક્સપ્રેસ, મહાબોધિ એક્સપ્રેસ, આશ્રમ એક્સપ્રેસ, વિક્રમશિલા એક્સપ્રેસ અને કૈફિયત એક્સપ્રેસ સામેલ છે. પ્રવાસીઓને સ્ટેશન પહોંચતા પહેલા પોતાની ટ્રેનનો સમય તપાસી લેવા રેલવે વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 3:08 પી એમ(PM)