દેશના ઉત્તરી ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનની અવરજવર પર અસર થઈ છે. ભારતીય રેલવેના જણાવ્યા મુજબ, દિલ્હી આવનારી 22 ટ્રેન 2 કલાક સુધી મોડી ચાલી રહી છે, જેમાં અયોધ્યા એક્સપ્રેસ, પાતાલકોટ એક્સપ્રેસ, કૈફિયત એક્સપ્રેસ, તેલંગાણા એક્સપ્રેસ અને પદ્માવતી એક્સપ્રેસ સામેલ છે. મુસાફરોને સ્ટેશન પર જતા પહેલા ટ્રેનની નવી સ્થિતિ જાણવા સલાહ આપવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 1, 2025 2:28 પી એમ(PM) | ટ્રેન