ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, દેશના ઉત્તરીય ભાગોમાં આજે પણ ગરમીના મોજાંથી અતિશય ગરમીની સ્થિતિ યથાવત્ રહેશે. ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને ઝારખંડના કેટલાક ભાગોમાં ગરમીના મોજાંની સ્થિતિની સંભાવના છે.હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ સુધી ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
જ્યારે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉપરાંત હવામાન વિભાગે આજે દિલ્હીમાં અતિશય ગરમીના મોજાની સ્થિતિ માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે.
Site Admin | જૂન 18, 2024 3:27 પી એમ(PM) | ગરમી | હવામાન