ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકસભામાં, ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ, 2025 રજૂ કર્યું હતું. આ બિલનો ઉદ્દેશ્ય દેશમાં ઇમિગ્રેશન કાયદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે.
આ બિલ, જ્યારે લાગુ થશે, ત્યારે તે વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત બાબતો સાથે સંકળાયેલા ચાર હાલના કાયદાઓનું સ્થાન લેશે – ફોરેનર્સ એક્ટ, 1946, ઇમિગ્રેશન (કેરિયર્સ લાયબિલિટી) એક્ટ- 2000, પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) એક્ટ, 1920 અને રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એક્ટ, 1939નું સ્થાન લેશે.
આ બિલનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારને ભારતમાં પ્રવેશતા અને ત્યાંથી જતા વ્યક્તિઓ માટે પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજોની જરૂરિયાત અને વિદેશી દેશોને લગતી બાબતોને નિયંત્રિત કરવા માટે ચોક્કસ સત્તાઓ આપવાનો છે.
બિલ પર ચર્ચા શરૂ કરતા કોંગ્રેસના સભ્ય મનીષ તિવારીએ કહ્યું કે, આ બિલ બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો સંબંધિત અનેક કલમોનું ઉલ્લંઘન કરે છે. તેમણે બિલને સંયુક્ત સમિતિને મોકલવાની માંગણી કરી હતી.
Site Admin | માર્ચ 27, 2025 8:24 પી એમ(PM)
દેશના ઇમિગ્રેશન કાયદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાના ઉદેશ સાથે લોકસભામાં, ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ,2025 રજૂ
