સરકારે આજે જણાવ્યું છે કે, દેશનાં એક હજાર સાત સો બે રેલવે સ્ટેશનો પર કુલ એક હજાર નવ સો છત્રીસ એક સ્ટેશન – એક ઉત્પાદન OSOP કામ કરી રહ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે, કુલ 67 હજાર નવ સો 89 લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે.
તેમણે જણાવ્યું કે, ભારતીય રેલવે આ યોજનાને આગળ ધપાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. રેલવે મંત્રીએ જણાવ્યું કે, માર્ચ 2022થી જુલાઇ 2024 દરમિયાન ઓએસઓપી કેન્દ્રોનું કુલ વેચાણ 79 કરોડ રૂપિયા નોંધાયું હતું.
Site Admin | ઓગસ્ટ 7, 2024 8:33 પી એમ(PM) | One Station One Product | Railways