નવી દિલ્હીના નિર્વાચન સદન ખાતે જ્ઞાનેશ કુમારે નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પદભાર સંભાળ્યો છે. શ્રી કુમારે આ પદ પર પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું સ્થાન ગ્રહણ કર્યું છે. પદ સંભાળ્યા બાદ પોતાના સંદેશમાં શ્રી કુમારે કહ્યું, રાષ્ટ્ર નિર્માણ માટે પહેલું પગલું મતદાન છે અને દેશના દરેક નાગરિકે મતદાર બનવું જોઈએ.આ પહેલા શ્રી કુમાર 15 માર્ચ 2024થી ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત્ હતા.
ચૂંટણી કમિશનર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન 18મી લોકસભા અને જમ્મુ- કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ હતી.
કેરળ કેડરના વર્ષ 1988 બેચની ભારતીય વહીવટી સેવાના અધિકારી જ્ઞાનેશ કુમાર પાસે કેન્દ્ર અને રાજ્ય બંને સરકારમાં કામ કરવાનો અનુભવ છે. તેમણે સંસદીય કાર્ય મંત્રાલય અને સહકાર મંત્રાલયમાં પણ સચિવ તરીકે કાર્ય કર્યું છે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 2:13 પી એમ(PM)
દેશનાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારે પદભાર સંભાળ્યો
