મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મુંબઇમાં ટાટા ગ્રૂપના વડા રતન ટાટાના અંતિમ દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું છે. તેમના અવસાનથી દેશને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. શ્રી રતન ટાટાએ સમગ્ર વિશ્વમાં ઔધોગિક ક્ષેત્રે દેશને ગૌરવ અપાવ્યું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
રાજ્ય સરકારે રતન ટાટાના નિધન અંગે ગઈકાલે એક દિવસ માટે શોક પાળવામાં આવ્યો હતો. જેમાં તમામ જાહેર અને સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં હતાં. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રતન ટાટાના નિધન અંગે શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે ઔધોગિક ક્ષેત્રે દેશને નામના અપાવનાર વ્યક્તિ દેશે ગુમાવ્યા છે..
Site Admin | ઓક્ટોબર 11, 2024 7:53 એ એમ (AM) | સ્વર્ગસ્થ રતન ટાટા
દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇમાં શ્રધ્ધાંજલિ આપી
