દેવભૂમિ દ્વારાકાના ખંભાળીયામાં માર્કેટ યાર્ડ ખાતે રૂપિયા દોઢ કરોડના ખર્ચે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું છે. નાગરિકોને શુધ્ધ તેલ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ ખાતે
ઓઇલ પ્રોસેસિંગ યુનિટ મંજુર કરાયું હતું જેના ભાગ રૂપે આ યુનિટ નો આજરોજ આરંભ કરાયો હતો. આ યુનિટ માં માર્કેટિંગ યાર્ડ દ્વારા જ ખરીદ કરાયેલ જી-20 મગફળીનું પીલાણ કરાશે. નિર્મલ
બ્રાન્ડ નામથી દરરોજના 450, જેટલા ડબલ ફિલ્ટર શુદ્ધ સીંગતેલ ટીનનું ઉત્પાદન કરાશે, નિર્મલ બ્રાન્ડ નામના સીંગતેલની ખરીદી કરતા લોકોને બે વર્ષ સુધીની સરકારી લેખીત ગેરંટી સાથે શુદ્ધ તેલ
અપાશે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 3:02 પી એમ(PM)
દેવભૂમિ દ્વારાકાના ખંભાળીયામાં માર્કેટ યાર્ડ ખાતે રૂપિયા દોઢ કરોડના ખર્ચે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું છે
