ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 4:04 પી એમ(PM)

printer

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યુ છે, કે આપણે સારૂ સ્વાસ્થ્ય જાળવવું હશે તો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ પ્રાપ્ત થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. રાજ્યપાલ શ્રી એ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઉત્પાદનોના સ્ટોલનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો
ગુજરાતમાં ૧૦ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના ઉત્કર્ષ માટે ખેતીનો ખર્ચ ઓછો થાય તે જરૂરી છે, મોંઘા ખાતર અને બિયારણના ઉપયોગને પરિણામે ખેતીનો ખર્ચ વધી જાય છે.
ઉલ્લેખનિય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૯ હજાર ૬૮૮ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે તબક્કામાં કુલ ૭૮૦ તાલીમનું આયોજન કરી ૩૧ હજાર ૬૪૯ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ