દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને 15મી ઓગસ્ટ સુધી દરીયાકાંઠે કે
ખાડી વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇનચાર્જ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં
જણાવવામાં આવ્યું છે કે, 15 ઓગસ્ટ દરમ્યાન માછીમારી માટે કે અન્ય કોઇ
હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ખાડી
વિસ્તારમાં જવા પર અને બોટની અવરજવર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
Site Admin | ઓગસ્ટ 3, 2024 3:17 પી એમ(PM)