દેવભૂમિ દ્વારકાના વિવિધ ટાપુઓ પર ગેરકાયદે દબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું હતું. જે અંતર્ગત 36 ગેરકાયદે ઊભા કરાયેલા માળખા હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરાયા છે. પોલીસ અને વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા જિલ્લા પ્રશાસન તેમજ પોલીસ વિભાગની પ્રશંસા કરી હતી.
Site Admin | જાન્યુઆરી 21, 2025 3:45 પી એમ(PM) | દેવભૂમિ દ્વારકા