દેવભૂમિદ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આગામી છથી નવ સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન કરાશે. શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વર્ષોથી યોજાતા આ લોક મેળામાં દ્વારકા સહિત જામનગર અને પોરબંદર જિલ્લાના લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે.
આ લોકમેળા માટે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને રાઈડ્સ, રમકડાં તેમ જ ખાણીપીણીના સ્ટૉલ માટેના પ્લોટની જાહેર હરાજી યોજવામાં આવી હતી, જેમાં 80 લાખ રૂપિયાથી વધુની રકમ આ પ્લોટની ફાળવણીમાં પંચાયતને પ્રાપ્ત થઈ હતી
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:40 એ એમ (AM)