દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં રાજ્યકક્ષાના75મા વન મહોત્સવની આવતીકાલ 26 જુલાઈએ ઉજવણી કરાશે. ગામના પૌરાણિક અને ઐતિહાસિકમહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે થનારી આ ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના હસ્તે 23મા સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’નુંલોકાર્પણ કરાશે. કોયલા ડુંગરની પાછળ આવેલા આનવીન ‘હરસિદ્ધિ વન’ખાતેવિવિધ પ્રજાતિના અંદાજિત 41 હજાર 619 રોપાઓનું વાવેતર કરાયું છે. આ સાથે રાજ્યમંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ33 જિલ્લા કક્ષાએ, આઠમહાનગરપાલિકાકક્ષાએ, 250તાલુકાકક્ષાએ તેમ જ 5 હજાર 500 ગ્રામીણકક્ષાએ ‘75મોવન મહોત્સવ’યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં વિવિધ 22 સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાયું છે.
Site Admin | જુલાઇ 25, 2024 7:49 પી એમ(PM) | દેવભૂમિદ્વારકા | વનમહોત્સવ