દેવભૂમિદ્વારકાના દરિયાકાંઠે આગામી 21મી ડિસેમ્બરે વિશ્વ જળમગ્ન શહેર દિવસ નિમિત્તે શ્રીકૃષ્ણ જળ જપ દીક્ષા’ કાર્યક્રમ યોજાશે.એક સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 70 જેટલા નર્તકો કૃષ્ણભક્તિનાં ગીતો પર નૃત્ય પ્રસ્તુત કરશે. ઉપરાંત જિલ્લામાં વિશેષ હોમનું પણ આયોજન કરાયું છે.
આ અંગે સંસ્થાના વડા અને સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠનના સભ્ય રવીન્દ્ર જીતે જણાવ્યું કે દરિયામાં જળમગ્ન પ્રાચીન દ્વારિકાનગરીના તળીયે બેસીને સાત સ્કૂબા ડાઇવર્સ કૃષ્ણજાપ કરશે.
ઉલ્લેખનીય છે કે,આ કાર્યક્રમમાં અતૂલ્ય ભારત ઉપરાંત ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રવાસન વિભાગ પણ સહભાગી થશે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 8:13 એ એમ (AM) | દેવભૂમિદ્વારકા