કેન્દ્રશાસિત પ્રદેશ દીવ કેવડી એજ્યુકેશન હબ ખાતે અભ્યાસ કરતી પ્રિકલ શાહ આવતીકાલે પ્રજાસત્તાક પ્રસંગે દિલ્લીના કર્તવ્ય પથ પર પરેડ કરશે. પ્રિકલ શાહ દીવ કોલેજમાં એન.સી.સી માં સિનિયર છે અને તેઓ દિલ્હી ખાતે સિનિયર ઓફિસર તરીકે આવતીકાલની પરેડની પ્રથમ કતારમાં જ પરેડ પ્રદર્શન કરશે.
ઉલ્લેખનીય છે કે પ્રિકલ શાહની સૌરાષ્ટ્ર અને આઠ સૌરાષ્ટ્ર બટાલિયન ઝોન તથા કેન્દ્રશાસિત પ્રદેશની એનસીસી ક્રેડેટ સિનિયર ઓફિસર તરીકે પસંદગી કરાઇ છે.
Site Admin | જાન્યુઆરી 25, 2025 3:08 પી એમ(PM)
દીવ ખાતે અભ્યાસ કરતી પ્રિકલ શાહ આવતીકાલે પ્રજાસત્તાક પ્રસંગે દિલ્લીના કર્તવ્ય પથ પર પરેડ કરશે
