જંગલમાં વસતા દીપડા સહિતનાં પ્રાણીઓ માનવ વસતિમાં આવીને હૂમલો કરતા હોવાનાં બનાવો વધી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના વન વિભાગે ટેકનોલોજીની મદદથી આ સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. દીપડા પર તપાસ રાખવા માટે વન વિભાગ દ્વારા બચાવવામાં આવેલા દીપડાને તેની પૂંછડીની અંદર ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ લગાવીને તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે.
માઈક્રોચીપ લગાવવાથી જ્યારે ફરી દીપડો પકડાય ત્યારે તેની અવરજવરની તમામ માહિતી જાણી શકાય છે. તાપી જિલ્લાનાં વન વિભાગે છેલ્લાં બે વર્ષની અંદર 60 જેટલી ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ મૂકી છે.
Site Admin | નવેમ્બર 13, 2024 9:41 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Gujarat | newsupdate | ગુજરાત